સલમાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (12:29 IST)
સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલામાન ખાનને ધમકી આપનાર કુખ્યાત ગેંગેસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાત ખૂનખાર સાગરીત સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પીપલોદ વિસ્તારમાં શાશ્વતનગરમાં રસોઈયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા. રાજસ્થાનમાં ગેંગવોરને કારણે હત્યાથી બચવા માટે તમામ આરોપીઓ સુરત ભાગીને આવી ગયા હતા. આ સાથે જ પોલીસ કે દુશ્મન ન પહોંચે એ માટે ખાસ વોચ રાખતા હતા.

પંજાબ પોલીસ દ્વારા પૂછપરછમાં બિશ્નોઈએ જણાવ્યું હતું કે તે સલમાન ખાનને મારવા માગતો હતો. જેથી તેની હત્યાનું સંપુર્ણ કાવતરું રચ્યું હતું. આ માટે શૂટર કપિલ પંડિતને કામ પણ સોંપ્યું હતું. જોકે સિદ્ધુ મૂસેવાલાના હત્યાકેસમાં કપિલની ધરપકડ થઈ જતાં સલમાનની હત્યાનું કાવતરું ખુલ્લું પડી ગયું હતું.સમગ્ર દેશમાં કુખ્યાત નામ ધરાવનાર રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતાફરતા કુખ્યાત સાગરીતોને સુરતથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનના જુંજનું જિલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેના ઝઘડાને કારણે લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલો છે.માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી 7 ઈસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પોતાની ઓળખ બદલી દેવામાં આવી હતી. ડ્રાઇવર અને કૂકને સાથે રાખીને રહેતા હતા. કોઈપણ પ્રકારનો સંપર્ક ના થઈ શકે એ રીતે રહેતા હતા. જેથી પોલીસ કે અન્ય કોઈપણ દુશ્મન તેમના સુધી ન પહોંચે એની પર ખાસ ધ્યાન રાખતા હતા, પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એ જગ્યાએ રેડ કરીને કુલ સાત જેટલા સાગરીતની ધરપકડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર