નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઘાયલ થયેલા વ્યક્તિઓને તરત જ સારવાર અર્થે સુરતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ભૂતકાળમાં પણ આ હાઇવે પર અનેક જીવલેણ અકસ્માતો થતા રહ્યાં છે. ભૂતકાળમાં પણ આમરી ગામના રહીશોએ આ રસ્તા પર ભારેવાહનોની સતત અવર જવરને લઇને અનેક રજૂઆતો કરી હતી. છતાં હવે એ જોવાનુ રહ્યું કે, આવા ગંભીર અકસ્માતો પછી પણ શું પોલીસ તંત્ર જાગશે ખરુ ? કે આવા ગંભીર અકસ્માતોનો સીલસીલો સતત ચાલતો જ રહેશે?અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ 170ની જોવા મળી રહી છે, જેથી ઓવરસ્પીડના કારણે પણ અકસ્માત બન્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. જોકે હાલ આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જે બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.
ગૌરાંગ નંદલાલ અરોરા (ઉં.વ.40) રહે, 92, સુભાષનગર ઘોડધોળ રોડ, સુરત
રોહિત સુભકરણ માહુલ (ઉં.વ.40 )રહે, પ્લોટ નં 3 સાંઈ આશિષ સોસાયટી, સુરત