સરદાર સરોવર ડેમ- સરદાર પટેલનું હતું સપનું

રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (10:46 IST)
નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે અને જેમાંથી 30 લાખ જેટલું પાણી છોડવા આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ 1961ના રોજ જવાહરલાલ નહેરુએ બંધનો શિલાન્યાસ કર્યો હતો. 56 વર્ષ સુધીમાં આ બંધ પર 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
સરદાર પટેલનું હતું સપનું
સરદાર સરોવ ડેમનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનના હસ્તે થવાનું છે તો તેની તૈયારીઓ પણ કેટલાંય દિવસોથી ચાલી રહી હતી. અહીં સરદાર પટેલની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઇ પટેલનું સપનું હતું કે ગુજરાતના ખેડૂતો પાણીની મુશ્કેલીના લીધે પાક લઇ શકતા નથી, તેને આ ડેમથી ફાયદો મળે.
 
સરદાર સરોવર ડેમમાં 30 દરવાજા છે, દરેક દરવાજાનું વજન 450 ટન, સાથો સાથ આ ડેમમાં 4.73 મિલિયન ક્યુબિક પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ છે
 
લગભગ 1.2 કિલોમીટર લાંબો અને 163 મીટર ઊંડો નર્મદા ડેમ એ અમેરિકાના ગ્રાન્ડ કોલી ડેમ પછી વિશ્વનો બીજા નંબરનો મોટો કોંક્રિટ ડેમ છે, જેનો શિલાન્યાસ 1961માં દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે થયો હતો અને 56 વર્ષ બાદ હવે વડા પ્રધાન મોદીના હસ્તે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. 138.64 મીટર ઊંચાઈ ધરાવતા આ ડેમમાં ૪૭.૩૦ લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જેને કારણે ગુજરાતમાં કુલ 18.4 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પ્રાપ્ત થવાની છે. જો કે આ યોજનામાં હજી 30 ટકા કેનાલો બનાવવાની અને અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાની બાકી હોવાને લીધે અત્યારે 13 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે.
 
આ પ્રોજેક્ટમાં 1450 મેગાવોટની ક્ષમતાવાળું જળવિદ્યુત મથક કાર્યરત છે, જેમાંથી ઉત્પાદિત વીજળીમાં ગુજરાતનો 16 ટકા, મધ્ય પ્રદેશનો 27 અને મહારાષ્ટ્રનો 57 ટકા હિસ્સો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર