નાગાલેન્ડથી બનાસકાંઠા આવેલા 20 BSF જવાનો કોરોના સંક્રમિત, વેરિએન્ટ જાણવા નમૂનાના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

સોમવાર, 19 જુલાઈ 2021 (20:14 IST)
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા બીએસએફના 20 જટેલા જવાનો કોરોના સંક્રમિત આવ્યા છે. એકસાથે 20 જેટલા જવાનોને કોરોનાના થતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. નાગાલેન્ડથી આવેલી બટાલિયનના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પહેલા 7 જવાનો પોઝિટિવ આવતા તંત્રએ વધુ ટેસ્ટ કરતા બીજા 13 જવાનો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.

જવાનોના સેમ્પલ ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે કયા ટાઇપનું વેરિએન્ટ છે.પહેલા 7 જેટલા જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગલેન્ડથી એક બટાલિયન જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. જે માંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાંથી પહેલા 7 જેટલા જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. બીએસએફ જવાનોના વધુ ટેસ્ટ કરતા ટોટલ 20 પોઝિટિવ કેસ આવ્યા છે અને તાત્કાલિક તમામ કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. 450 જવાનોને થરાદ રાખવામાં આવ્યાજિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નરેશભાઇ ગર્ગએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં એક નાગાલેન્ડથી બીએસએફની બટાલિયન 3 તારીખે પાલનપુર રેલ્વે સ્ટેશને ઉતરી અને પાલનપુરથી જવાનોને થરાદ લઈ જવામાં આવ્યા હતા. બીએસએફના પ્રોટોકોલ જવાનોનોનો પહેલા ટેસ્ટ કરવામાં આવે છે. જે પ્રમાણે ટેસ્ટ દરમિયાન સ્ટાટીંગ માં સાત જવાનો પોઝિટિવ આવ્યા હતા. ટોટલ 450 જવાનોને થરાદ રાખવામાં આવ્યા છે. 450 માંથી 7 પોઝિટિવ આવતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 20 જવાનો પોઝિટિવ આવ્યા છે. તપાસ ચાલુ છે. થરાદ મોડેલ સ્કૂલમાં તમામને આઇસોલેટ કરવામાં આવ્યા છે,આ જવાનોને કયો વેરિયન્ટ છે તે વેરિયન્ટ જાણવા માટે તમામના સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર