ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું

સોમવાર, 17 જૂન 2024 (13:08 IST)
Youth committed suicide
હાલોલ-વડોદરા રોડ ઉપર ખંડીવાડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં યુવક-સગીરાએ મોતની છલાંગ મારતા બંનેની હાલોલ ફાયર ફાઇટરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. બંને હાલોલ તાલુકાના હોવાનું સામે આવ્યું છે. યુવક અને સગીરાને એકબીજા સાથે પ્રેમ સંબંધ હતો. બંનેએ સાથે જીવી શકાય તેમ ન હોવાથી સાથે મોતને વ્હાલું કરવાનું નક્કી કરી એકબીજા સાથેનો ફોટો સ્ટેટસમાં મૂકી નહેરમાં મોતની છલાંગ લગાવી હોવાની હકીકતો સામે આવી છે.

હાલોલ તાલુકાના યુવકને હાલોલના સ્ટેશન રોડની સગીર યુવતી સાથે પ્રેમ હતો. બંને સાથે જીવી શકે તેમ ન હોઈ આજે બંનેએ મોત વ્હાલું કરવાના ઇરાદે નર્મદાની મુખ્ય નહેરમાં ઝંપલાવ્યું હતું. 19 વર્ષનો યુવક 12 ધોરણ પછી બે વર્ષથી આઈટીઆઈ કરી રહ્યો હતો. 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી.સવારે 10 વાગ્યે યુવક ઘરેથી નીકળ્યો હતો અને હાલોલ પહોંચ્યો હતો. જ્યાંથી યુવતીને લઈને હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો. જ્યાં સરણેજ ગેટ નજીક બંનેએ કેનાલ પાસે ચપ્પલ ઉતારી નહેરમાં મોતની છલાંગ લગાવતાં બંનેની શોધખોળ આરંભાઈ હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી એક સાથે કેનાલમાં કુદ્યા હતા.કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થતાં બચવા માટે બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકમાં પસાર થતા કોઈ રાહદારીએ બંનેને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં વાયરનો ટુકડો નાખતાં તે યુવકે પકડ્યો પણ હતો પરંતુ સગીરા પાણીના વહેણમાં વહી રહી હતી. બંનેના હાથ બંધાયેલા હોવાથી યુવકે સગીરા સાથે પાણીમાં વહી જવાનું પસંદ કરતાં તેમને બચાવી શકાયા ન હતા. તેવું કેનાલ ઉપર જામેલા લોકટોળા પાસેથી જાણવા મળ્યું છે.નહેરનો ભાગ જરોદ પોલીસ મથકના આસોજ આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતો હોવાથી જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલોલ ફાયર ફાઇટરની ટીમ યુવક-યુવતીની શોધખોળ કરી રહ્યી છે. ત્યારે નહેર ઉપર ઉજેતીથી યુવકના પરિવારજનો અને હાલોલથી યુવતીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર