ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા બાદ સાબરકાંઠા જીલ્લો પણ કોરોનાના ભરડામાં આવ્યો છે.હિમતનગર સિવિલ હોસ્પીટલનાં આઇસોલેશન વોર્ડમાં કામ કરતા નરેન્દ્રસિંહ ચૌહાણ નામનાં સ્ટાફ બ્રધરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે હાલમાં સિવિલને સેનેટાઈઝ કરવાનું શરુ કરાયું છે.ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા બાદ સાબરકાંઠા જીલ્લો પણ કોરોનાના ભરડામાં આવ્યો છે. સિવિલનો સ્ટાફ બ્રધર સંક્રમિત થયો હોવાથી તેની સાથે જોડાયેલા 23 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. હિમતનગર સિવિલ હોસ્પીટલનાં આઇસોલેશન વોર્ડમાં કામ કરતા નરેન્દ્રસિંહ ચૌહાણ નામનાં સ્ટાફ બ્રધરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે હાલમાં સિવિલને સેનેટાઈઝ કરવાનું શરુ કરાયું છે. હાલમાં આ વ્યક્તિને લોકલ ચેપ લાગવાનું સિવિલ સત્તાવાળાઓ નકારી રહ્યા છે. નોધનીય છે કે નરેન્દ્રસિંહ રાજસ્થાની છે. તે પોતાની માલોઈકીની પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા વર્ધી મારતો ત્યારે આ વર્ષી દરમિયાન તેને ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી.