. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેક્ટિવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે.
મુખ્યમંત્રીએ ફાટક મુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મુળ હેતુ છે. વિજય રૂપાણીએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુક્ત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યો હતો. રેલવે મંત્રાલય દ્વારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો.