ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 મહુવામાં 43.4 કેશોદમાં 42.7, જૂનાગઢમાં 42.1 અને ભાવનગરમાં 41.7 ડીગ્રી નોંધાયું હતું.
ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે.
ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે ઓડિશામાં 18 થી 20 એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાની ચેતવણી આપી છે.