કચ્છ રણોત્સવ: આ કારણે પ્રવાસીઓમાં થયો ઘટાડો, કચ્છ રણોત્સવ 12 માર્ચ સુધી લંબાવાયો

સોમવાર, 13 ડિસેમ્બર 2021 (15:42 IST)
ગુજરાતનો લાંબો ઉત્સવ એવો રણોત્સવ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રણોત્સવ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ વર્ષે પાછોતરા વરસાદે રણમાં પાણી મોડું સુકાયું હતું. જેથી રણમાં સફેદ મીઠું મોડું પાકતું થયું પરંતુ 12 માર્ચ સુધી રણોત્સવ લંબાવ્યો છે.
 
કચ્છમાં ચાલી રહેલા રણોત્સવમાં આ વખતે કચ્છમાં પડેલા વરસાદના કારણે ગત વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી આવી હોવાની ગણતરી વહીવટ તંત્ર પણ કરી રહ્યું છે. વરસાદના પાણી મોડા સુકવાતા અહીં પ્રવાસીઓનું પ્રમાણ ઓછું થયું છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પણ પ્રવાસીઓ આવ્યા હોવાનું પણ જાણી શકાય છે.
 
આ વર્ષે બિનગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો રણોત્સવમાં આ વખતે હેંડીક્રાફ્ટ અને અન્ય કૃતિઓ પણ એ વિશેષતાના રૂપે રાખવામાં આવી છે. રણોત્સવના શરૂઆતમાં કચ્છમાં પડેલા વધુ વરસાદથી રણમાં પાણી  હોવાથી પ્રવાસીઓ ઓછા આવ્યા હોવાનું અનુમાન છે. 
 
તો આ અંગે ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીએ પણ આડકતરી રીતે કબુલ્યું હતું કે રણમાં પાણી મોડા સુકાયા હોવાથી અહીં રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટ જોવા મળી હતી. જોકે અત્યારે હાલના તબક્કે પ્રવાસીઓ આવી રહ્યા છે એવું પણ તેમણે જણાવ્યું હતું. તો આ વખતે વિશેષ કરીને હેન્ડીક્રાફ્ટ તેમજ અન્ય અલગ અલગ કૃતિઓ પણ અહીં આકર્ષણ તરીકે રાખવામાં આવેલી હોવાની વાત પણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર