નવા કૃષિ કાયદાની ટિકા કરતાં રાકેશ ટિકૈતએ કહ્યું કે નવા કાયદાથી ખેડૂતોનું ભલું થવાનું નથી, આજે જે દૂધ ગામડામાં 20-22 રૂપિયા પ્રતિ લીટર મળે છે, તો બીજી તરફ શહેરોમાં 50 રૂપિયે લીટર સુધી વેચાય છે. આ પ્રકાર જો ખેતી પ્રાઇવેટ કંપનીઓના હાથમાં જશે, તો પાકના ભાવ પણ આ પ્રકારે નક્કી થશે.
ગુજરાતથી આવેલા ખેડૂતોએ રવિવારે રાકેશ ટિકૈતને ચરખો આપ્યો હતો. રાકેશ ટિકૈતએ કહ્યું કે ચરખો ચલાવીને ગાંધીજીએ અંગ્રેજોને બહાર મોકલ્યા હતા, અમે પણ ચરખો ચલાવીને કંપનીઓને બહાર મોકલીશું. ગુજરાતમાં જઇને ખેડૂતોને એકઠા કરવાનું કામ કરશે.
તમને જણાવી દઇએ કે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા આંદોલનને લગભગ 3 મહિના થઇ ગયા છે. ગત થોદા દિવસોથી હવે દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂત મહાપંચાયતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યૂપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે આ ગૂંજ બંગાળ સુધી પહોંચી ગઇ છે. સાથે જ હવે રાકેશ ટિકૈતે ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ સભાઓની વાત કહી છે.