Weather Update- સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી ચાર જળાશયો છલકાયાં

શુક્રવાર, 8 જુલાઈ 2022 (08:37 IST)
10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. 
 
રાજકોટ સહિતનાં શહેરો અને ગામોને પાણી પુરૂ પાડતા ભાદર - 1 ડેમમાં ઉપરવાસનાં વરસાદને કારણે સાંજે  2875 કયુસેક નવા પાણીની આવક ચાલુ થઈ છે. ડેમની સપાટી 19 ફૂટ સુધી પહોંચી છે. ભાદર - 2 માં પણ પાંચ ફૂટ જેટલું નવું પાણી આવ્યુ છે આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સૌથી વધુ જામકંડોરણા પંથકમાં ભારે વરસાદથી ફોફળ - 1 માં આજે 11 ફૂટથી વધુ પાણીની ભારે આવક સાંજ સુધીમાં થઈ હતી હજુ આવક ચાલુ છે. છાપરવાડી - 2 માં 9 ફૂટનો વધારો થયો છે. આજી -3, વેણું - 2 , ન્યારી - 1, આજી - 1, સોડવદર ( 6 ફૂટ ) , ઘી, વાડી સંગમાં નવું નીર આવ્યુ છે. કબીર સાગરમાં 3 ફૂટ સહિત એક ડઝન જેટલા ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર