રાજકોટમાં જેલભરો આંદોલન કરતી આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (14:06 IST)
રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મહિલા પોલીસ દ્વારા 50 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા રાજ્ય સરકારને વેતન વધારા અને કાયમી કરવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતા આજે આંગણવાડીની મહિલાઓએ રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રસ્તાઓ પર ઉતરી આવી હતી અને રસ્તા રોકો તેમજ જેલ ભરો આંદોલન કર્યું હતું. આ આંદોલન દરમિયાન આંગણવાડીની મહિલાઓ અને મહિલા પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી. આ ઘર્ષણમાં 50 જેટલી આંગણવાડીની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર