રાજકોટ જિલ્લામાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો

સોમવાર, 20 જુલાઈ 2020 (13:56 IST)
લોકડાઉન બાદ ખાનગી સ્કૂલોની દાદાગીરી સામે આવતા લોકો ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે. ખાનગી સ્કૂલોમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ હવે સરકારી સ્કૂલને મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 10,121 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની સામે સરકારી સ્કૂલો સ્માર્ટ બનતા ટ્રેન્ડ બદલાયો છે.ખાનગી સ્કૂલોની વધતી ફી અને બીજી તરફ મોંઘવારીને કારણે વાલીઓ સરકારી સ્કૂલ તરફ આકર્ષાય રહ્યાં છે. ખાનગી સ્કૂલો દ્વારા કોરોના કાળમાં થઇ રહેલી દાદાગીરીના કારણે વાલીઓ ખૂબ જ ત્રાસી ચૂક્યા છે. સરકાર દ્વારા પણ ખાનગી સ્કૂલો દ્વારા પગલાં ઉઠાવાય રહ્યા નથી. જેના કારણે વાલીઓને શાળાઓ દ્વારા ખૂબ જ હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનાં કારણે વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યાં છે. જિલ્લામાં 10,121 વિદ્યાર્થીઓએ 44 સરકારી સ્કૂલ અને 254 ગ્રાન્ટેડ મળી કુલ 298 સ્કૂમાંલ પ્રવેશ મેળવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર