13, 14 અને 15 એપ્રિલે આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના...
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કે 48 કલાક પછી 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 14 એપ્રિલના રોજ ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે પાંચમા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, એટલે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ એના કારણે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત્ છે.