રાજ્યમાં વરસાદના જાનમાલ નુકસાન, રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

બુધવાર, 13 જુલાઈ 2022 (19:16 IST)
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ભારે તારાજી સર્જાઈ છે. લોકોને જાન અને માલનું મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સરકાર આ નુકશાનની ભરપાઈ કરે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે.
 
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 20 હજારની સહાયની સહાય તો ઘેટાં બકરા માટે 4000ની સહાય આપવામાં આવી છે. તમામ કલેકટરને તત્કાલિક સહાય ચૂકવાના આદેશ કરવામાં આવ્યા છે. સવારે જૂનાગઢ 88 મિમી, ગીર સોમનાથ 58, ડાંગ 52 મિમી વરસાદ પડ્યો છે. ડાંગના વાસદ અને સુમિરમાં વરસાદ વધ્યો હોવાની માહિતી પણ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
 
પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ખેડામાં 5 લોકોના વરસાદને લીધે મૃત્યુ થતાં તેમણે 20 લાખની સહાય ચૂકવાઈ ગઈ છે. આ સાથે જ સરકારી આંકડા મુજબ 31 લોકોના વરસાદને લીધે મોત થયું છે. જેમણે તાત્કાલિકના ધોરણે સહાય આપવા આદેશ કરવામાં આવ્યા છે. 
 
રાજ્યભરમાં વરસાદના કારણે મૃત્યુઆંક 83 થયો છે. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી અકુદરતી મોતમાં ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે મકાન સહાયમાં 95 હજાર 100 રૂપિયા, ઝુંપડા નુકસાનમાં 41 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દુધાળા પશુ માટે 20 હજારની સહાય તો ઘેટા-બકરા માટે 4 હજારની સહાય ચુકવવામાં આવશે. રાજ્યમાં વરસાદ બંધ થતા સર્વેની કામગીરી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ખેડામાં પાંચ લોકોના મોતના કિસ્સામાં 20 લાખની રકમ ચૂકવવામાં આવી છે.
 
રાજ્યમાં અત્યાર સુધી 83 લોકોના મોત થયા છે. મોટાભાગના મોત વીજળી પડવાના લીધે થયા છે. જોકે ધારાધોરણ મુજબ 31 લોકોને સહાય ચુકવવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે. જેમા 9ના પાણીના વહેણમાં તણાવાથી, બેના ઝાડ પડવાથી અને બેના વીજળી પડવાથી મોત થયા છે. વહીવટી તંત્રની નિષ્કાળજીને લીધે એક પણ મોત થયા નથી.
 
મહત્વનું છે કે, સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદથી નુકસાનીમાં થયેલા સહાયની જાહેરાત બાદ તારાજીની વિગતોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 31 માનવ મૃત્યુ થયા છે. સ્થળાંતર થયેલ વ્યક્તિઓ 23945 ઘરે પહોંચી ગયા છે. જ્યારે આશ્રયસ્થાનમાં 7090 લોકો છે. ભારેથી વરસાદથી રાજ્યમાં 810 જગ્યાએ વીજળી ગઈ હતી, જેમાં 36 ગામો જ બાકી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અકુદરતી મૃત્યું, વીજળી પડવાથી કે અન્ય રીતે મોત થયું હશે તેમને પણ સહાય મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર