ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ

ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (11:52 IST)
વડોદરા શહેરમાં એક જ દિવસમાં 11 ઇંચ અને 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર થયું છે. ભારે વરસાદના કારણે શહેરના એક લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે અને ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું છે. વડોદરામાં ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ કરાઈ છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા આણંદ બરોડા ડેમુ, બરોડા-અમદાવાદ ઇન્ટરસિટી, ગાંધીનગર બરોડા ડેમુ, અમદાવાદ બરોડા ઇન્ટરસિટી, કેન્સલ કરવામા આવી છે. જ્યારે 6 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. વડોદરામાં વહેલી સવારે મધ્ય પ્રદેશથી વડોદરા પહોંચતી જબલપુર સોમનાથ એક્સપ્રેસ અને ઇંદોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ ગોધકરા સ્ટેશનથી આણંદ ડાયવર્ટ કરાઈ છે.આજે ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર