ગુજરાતમાં 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
ગુરુવાર, 2 જુલાઈ 2020 (17:23 IST)
હવામાન વિભાગ દ્વારા આગામી 4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4, 5 અને 6 જુલાઇના દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. ત્યાં જ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા શરૂ થયા છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. 4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. 4, 5 અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી થઇ છે.