ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (12:01 IST)
બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેથી આગામી 24 કલાકમાં ડિપ્રેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 17 અને 19 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર