રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં, 10 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં શરૂ થઈ રહેલી 10 દિવસની વર્કશોપમાં હજાર રહેવાના છે. પરંતુ તે પહેલા તેઓ આજે 18 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે 10 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.
રાહુલ ગાંધીએ 1 સપ્ટેમ્બરના રોજ પટનામાં તેમની "મતદાર અધિકાર યાત્રા" ના સમાપન કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં મત ચોરી પર હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરશે. આ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રનો સામનો કરી શકશે નહીં.
બુધવારે દેશભરમાં પીએમ મોદીનો 75મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. બુધવારે સાંજે, કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા, પવન ખેરાએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી.