રાહુલ ગાંધી સુરત કોર્ટમાં બદનક્ષી કેસમાં નિવેદન આપવા આવશે,પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરાયો

શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (11:41 IST)
મોદી સરનેમ બાબતે ટિપ્પણી મુદ્દે કેસ ચાલે છે
 
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરત ખાતે આવશે. તેઓ સુરતની સેશન કોર્ટમાં બપોરે હાજર રહેશે. પછી સાંજે 5 કલાકે દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે મોદી અટક બાબતે ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીને લઇને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ કર્યો હતો.રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો કોંગ્રેસના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં છે.
 
રાહુલ લાભ પાંચમ પછી 3 દિવસ ગુજરાતમાં રોકાશે
કોંગ્રેસ નેતાઓને દિશાસૂચન કરવા લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત 3 દિવસ ગુજરાત રોકાશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું.
 
અગાઉ બે વખતે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ સુરત કોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષ દ્વારા આ સમગ્ર કેસની અંદર વધુ સાક્ષીઓના તપાસ થવી જોઇએ એ પ્રકારની હાઇકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે મંજૂર કરતાં અન્ય બે જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને ફરી પોતાનું વધારાનું નિવેદન આપવા માટે હાજર રહેવાનો હુકમ કર્યો હતો.
 
શું છે કેસ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળ ની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભા વિધાનસભા ના ધારાસભ્ય પોલીસ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર