અરરિયામાં રામઘાટ પંચાયતના વોર્ડ નંબર 14 માં પંજાબના અમૃતસરની એક મહિલા સાથે લગ્ન કરવા બદલ એક યુવકને આખા ગામને જમણવાર કાર્યર્કમ કરાવવા અને દો લાખ રૂપિયા દંડ આપવાનો તુગલકી સજા સંભળાવી દીધી. જ્યારે યુવક અને તેનો પરિવાર આ માટે તૈયાર ન થયા તો મંગળવારે ગામના લોકોએ ઘરમાં ઘૂસીને મહિલાઓને માર માર્યો હતો અને યુવકના પિતાને ખૂંટીએ બાંધીને માર માર્યો, ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પિતાને છોડાવ્યા અને કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
રામઘાત પંચાયતના સીતારામ યાદવના પુત્ર સુમન યાદવ અમૃતસરમાં રહીને મજુરી કરતો હતો. ત્યા બે બાળકોની માતા ઉષાદેવી સાથે તેનો અનેક વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બે મહિના પહેલા ઉષા દેવી પોતાના બંને બાળકોને લઈને નરપતગંજ આવી ગઈ. આ બંનેયે હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્ય અને સાથે રહેવા માંડ્યા. આ વાત ગ્રામીણોને ગમી નહી.
આ મામલે સીતારામ યાદવની બીજી પુત્રવધૂ સીતા દેવીએ મુન્ના યાદવ, અમરેન્દ્ર યાદવ, અરૂણ યાદવ, કિશન કુમાર, ગણેશ યાદવ, બેચન યાદવ વગેરે પર આરોપ લગાવતા અરજી કરી છે. બીજી બાજુ નરપતગંજ પોલીસ સ્ટેશનના પ્રમુખ એમ.એ.હૈદરીએ જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દોષીઓને બક્ષવામાં આવશે નહીં. ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર છે.