Covid-19 Vaccine: ભારતમાં વિદેશી વેક્સીનની એંટ્રી બની સરળ, DCGI એ લોકલ ટ્રાયલ્સમાં આપી છૂટ

બુધવાર, 2 જૂન 2021 (18:10 IST)
. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)કે કેટલાક વિશેષ દેશોમાં અનુમતિ પ્રાપ્ત કરી ચુકેલી વેક્સીન (Covid-19 Vaccine)ને ભારતમાં બ્રિઝિંગ ટ્રાયલમાંથી પસાર નહી થવુ પડે.  આ વાતની માહિતી બુઘવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયા (DCGI) એ આપી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વેક્સીનની કમીના સમાચાર વચ્ચે DCGIનો આ નિર્ણય વિદેશમાંથી સપ્લાયને સારો બનાવવામાં મદદરૂપ રહેશે. ફાઈઝર અને મોર્ડર્ના જેવા અનેક નિર્માતાઓએ સરકાર સામે શરત રાખી હતી. 
 
કંઈ સંસ્થાઓ પાસેથી મંજૂરી પ્રાપ્ત વેક્સીનને મળશે છૂટ 
 
USFDA, EMA, UK MHRA, PMDA જાપાન કે ડબલ્યુએચઓની ઈમરજેંસી યૂઝ લિસ્ટિંગ એટલે કે EUL માં સમાવેશ વેક્સીનને બ્રિઝિંગ ટ્રાયલ નહી કરવી પડે  તેમા સારી રઈતે સ્થાપિત એ વેક્સીનનો પણ સમાવેશ થશે. જેને પહેલા જ લાખો લોકો લગાવી ચુક્યા છે.   DCGI ના વીજી સોમાનીએ જણાવ્યુ કે આ છૂટ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) ના ભલામણોના આધાર પર આપવામાં આવી છે. 
 
આ પહેલા વેક્સીન ઉમેદવારોને લોકલ ક્લીનિકલ ટ્રાયલ કે બ્રિજિંગ સ્ટડીઝમાંથી પસાર થવાનુ હતુ.  જેના હેઠળ વેક્સીનને ભારતીયોને લગાવીને સુરક્ષા સહિત અનેક વસ્તુઓની તપાસ કરવામાં આવતી હતી. ખાસ વાત એ છે કે સરકાર પર વેક્સીનનો ઓર્ડર રજુ કરવામાં મોડુ કરવાનો આરોપ લાગી રહ્યો હતો. સરકારે પોતાની નીતિના બચાવમાં કહ્યુ હતુ કે તે ફાઈજર, જોનસન એંડ જોનસન અને મોર્ડર્ના સાથે 2020 ના મઘ્યથી સંપર્કમાં છે. 
 
માહિતી આપવામાં આવી હતી કે સરકારે જાણીતા વિદેશી વેક્સીન નિર્માતાઓને લોકલ ટ્રાયલ્સમાંથી છૂટ આપી હતી. રાજ્ય સરકારોએ પણ સરકાર પર પર્યાપ્ત વેક્સીન સપ્લાય ન કરવાનો આરોપ લગાવ્યો જેના પર કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્રએ નક્કી કરેલી ગાઈડલાઈનના મુજબ રાજ્યોને પારદર્શી રીતે પર્યાપ્ત વેક્સીન પહોચાડી રહ્યા છે.  હાલ ભારતમાં સીરમ ઈંસ્ટીટ્યુટમાં બનનારી કોવિશીલ્ડ, ભારત  બાયોટેકની કોવેક્સીન અને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં તૈયાર થઈ રહેલ સ્પૂતનિક V નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર