ગુજરાતમાં 2016-17માં થયેલી ભરતી પ્રક્રિયામાં SRPFનું વેઈટીંગ લિસ્ટ ભરવા ગાંધીનગર ખાતે વિરોધ

શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (14:25 IST)
રાજ્યમાં વર્ષ 2016-17 માં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા એસઆરપીના ઉમેદવારો કે જેઓ હજુ પણ ભરતી માટેની રાહ જોઈને બેઠા છે. આ ઉમેદવારોનું વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ સધી નિમણૂંક મેળવી શક્યા નથી.

ભરતી પ્રક્રિયાને 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ રાજ્ય સરકારે હજુ સુધી નિમણુંક આપી ન હોવાથી આજે આ ઉમેદવારોએ પોતાના પરિવાર સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને આંદોલન ની શરૂઆત કરી હતી.ઉમેદવારનું કહેવું છે કે, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 20 ટકા વેઈટીંગ પૈકી 10 ટકાને નોકરી મળી ગઈ છે જ્યારે બાકીના 10 ટકા ઉમેદવારો એસસી, એસટી, ઓબીસી હોવાને કારણે તેમની ભરતી કરાઈ નથી. આ ઉમેદવારો હજુ પણ વેઈટીંગમાં છે.રાજ્ય સરકારમાં બાકી રહેલા 10 ટકા વેઈટિંગ ઉમેદવારોએ અનેક રજૂઆત કરી છે.જ્યારે રાજ્યમાં 10હજારથી વધુની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે પણ SRPFના બાકી રહેલા 10% વેઇટિંગ ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ રજૂઆત ને પણ હવે બેથી ત્રણ માસનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ ઉમેદવારોએ કર્યા હતા.રાજ્ય સરકારે દ્વારા વર્ષ 2016 17 માં ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. રાજ્ય સરકારે કુલ 17,532 ખાલી જગ્યા ભરવાની જાહેરાત કરી હતી અને પરિણામ આવ્યા બાદ પાસ થયેલા 20% ઉમેદવારોને વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર