આ શાળાઓના સંચાલકની શરત, આ તારીખ સુધી ફી ભરશો તો 25% ડિસ્કાઉન્ટ

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (11:04 IST)
કોરોના કાળમાં બાળકોના અભ્યાસ પર ફીનું ગ્રહણ લાગ્યું છે. વાલીઓ, વિદ્યાર્થી, સ્કૂલ સંચાલક અને સરકાર પણ પરેશાન છે. હવે જોવાનું એ છે કે સમસ્યા ક્યારે ખતમ થશે. 
 
કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધી સ્કૂલ કોલેજ ખુલી નથી. સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ વચ્ચે પણ ફીનું વિષય વાલીઓને ચિંતામાં મુકી દીધા છે. વાલીઓ દ્વારા ફીના વિષય પર હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટે આ વિષય પર સરકારને નિર્ણય લેવાનો નિર્દેશ છે કે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા ફીના મામલે કોઇ તટસ્થ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારીમાં
 
શિક્ષણ વિભાગની ઢીલી નીતિના કારણે ખાનગી શાળા સંચાલકો ટ્યુશન ફી પણ ઘટાડવા તૈયાર નથી, એટલું જ નહીં સરકાર પર ઉપકાર કરતા હોય તેમ કેટલીક શરતોને આધીન ફી ઘટાડવા તૈયાર થઈ રહ્યા છે, એટલું જ નહીં ફી ઘટાડી સંચાલકો પોતાની શાળાના વેરા માફ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં સ્કૂલ ફીમાં રાહત સામે બંધ શાળામાં આવેલા અલગ અલગ સરકારી વેરામાં માફી માંગશે.
 
અમદાવાદમાં 40 સ્કૂલોના એસોસિએશન ઓફ પ્રોગેસિવ સ્કૂલ દ્વારા આ વિષય પર સરકાર સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો, જેમાં સ્કૂલ સંચાલકોએ કહ્યું કે જો વાલીઓ 31 ઓક્ટોબર સુધી 6 મહિનાની ફી ભરે તો વાલીઓને 25 ટકા ફીમાં રાહત આપવા માટે તૈયાર છે. એવું લાગી રહ્યું છે કે સ્કૂલ સંચાલકો દ્વારા સરકાર દ્વારા આ પ્રકારની ફોર્મૂલા આપીને તેમના પર દબાણ નાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  
 
મહત્વપૂર્ણ વાત એ છે કે ફીના વિષય પર હજુ સુધી સ્કૂલ સંચાલક મંડળ અને વાલીઓ વચ્ચે કોઇપણ પ્રકારની કોમન ફોર્મૂલા તૈયાર થઇ શકી નથી. તેથી દિવસે ને દિવસે ફીનો વિષય પેચીદો બની રહ્યો છે. સ્કૂલ સંચાલક ફીમાં રાહત આપે તો વાલીઓ બાળકોની ફી ભરવા માટે તૈયાર છે. બીજી તરફ અમદાવાદની 40 ખાનગી સ્કૂલોના એસોસિએશન દ્વારા સરકાર વિરૂદ્ધ જ અલગ જ ફોર્મૂલા રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં સંચાલકો દ્વારા નિશ્વ્ત કરવામાં આવેલી સમય મર્યાદામાં જો વાલીઓ ફી ભરે તો તે વાલીઓને ફીમાં રાહત આપવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. સંચાલકોના વલણથી સ્પષ્ટ જોવા મળ્યું રહ્યું છે કે સંચાલકોને કોરોનાની મહામારી મુશ્કેલીમાં મુકેલાયેલા વાલીઓની નહી પરંતુ પોતાની ફી વસૂલીની ચિંતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર