મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પીએમ મોદીએ આપ્યો એક સાથે કામ કરવાનો મંત્ર, કહ્યુ - સંસાધનોની કોઈ કમી નથી

શુક્રવાર, 23 એપ્રિલ 2021 (20:21 IST)
દેશમાં અનેક રાજ્યોમાં ઓક્સીજનની પરેશાની જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધી મુખ્યમંત્રીઓએ કહ્યુ કે તે ઓક્સીજનના પરિવહનમાં કોઈ અવરોધ ન આવવા દો. આ સાથે જ પીએમ મોદીએ બધી રાજ્યોએ મળીને એકસાથે કામ કરવાનો મંત્ર પણ આપ્યો. પીએમ મોદીએ બધા સાથે મળીને કામ કરવાનો આગ્રહ કરતા કહ્યુ કે જો રાષ્ટ્ર સામુહિક શક્તિના રૂપમાં કોરોના સાથે લડે છે, તો સંસાધનોની કોઈ કમી નહી રહે. 
 
11 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે હાઈ લેવલ મીટિંગ પછી પ્રધાનમંત્રી કાર્યાલયનુ એક નિવેદન રજુ કરી કહ્યુ કે પીએમે બધા રાજ્યોને ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમએ વધુમાં કહ્યું હતું કે, ઓક્સીજન ટૈંકર ભલે કોઈપણ રાજ્ય માટે કેમ ન હોય, તેમા અવરોધ ન આવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ છેલ્લા પાંચ અઠવાડિયામાં મુખ્યમંત્રીઓ સાથે ત્રીજીવાર બેઠક કરી છે. 
 
આ બેઠક એવા સમયે લેવામાં આવી છે જ્યારે ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થયો છે. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે, ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારની સામે ઓક્સિજન અને દવાઓનો અભાવ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને પીએમ મોદીએ કહ્યું હતું કે સપ્લાય વધારવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના તમામ સંબંધિત વિભાગો અને મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે. ઔદ્યોગિક ઓક્સિજન પણ તાત્કાલિક આવશ્યકતાઓને પહોંચી વળવા માટે ફેરવવામાં આવ્યું છે.
 
બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને વિનંતી કરી હતી કે વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ-સ્તરની સંકલન સમિતિની રચના કરવામાં આવે. સમિતિ સુનિશ્ચિત કરશે કે કેન્દ્રમાંથી ઓક્સિજન ફાળવવામાં આવે કે તરત જ તે જરૂરીયાત મુજબ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર