પીએમ મોદી 10 જૂને ગુજરાતને આપશે IN-SPACE ની ભેટ, 2020 માં મ્નળી હતી મંજૂરી

બુધવાર, 8 જૂન 2022 (10:59 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવાના છે. તેઓ 10 જૂને અમદાવાદની મુલાકાત લેશે. અહીં તેઓ બોપલ ખાતે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, IN-SPACe નોડલ એજન્સી હશે, જે અંતરિક્ષ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સંબંધિત સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. તેનો ઉદ્દેશ્ય અવકાશ ક્ષેત્ર માટે મહત્તમ ખાનગી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહેશે.
 
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ટ્વિટર હેન્ડલ પર IN-SPACE હેડક્વાર્ટરના ઉદ્ઘાટનની જાહેરાત કરી. IN-SPACE પ્રેસિડેન્ટ પવન ગોએન્કાએ ટ્વીટ કર્યું કે PM મોદી 10મી જૂન 2022ના રોજ સાંજે 4.45 વાગ્યે અમદાવાદના બોપલમાં IN-SPACE હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરશે. મને આ જાહેર કરતાં આનંદ થાય છે. અમે અવકાશ ક્ષેત્રના વિકાસ માટે ઉદ્યોગ અને ઈસરો સાથે કામ કરવા આતુર છીએ.
 
IN-SPACE ની જવાબદારી રાજીવ જ્યોતિ, જેઓ અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) ખાતે એસોસિયેટ ડિરેક્ટર તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે. તેમને આ સેન્ટર ચલાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બેંગલુરુ ઈસરો હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી ચૂકેલા પીકે જૈન પણ આ સેન્ટરમાં પોતાની ફરજ નિભાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર