વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ સુરત પણ ગયા હતા. સુરતમાં વડાપ્રધાન મોદીએ રેલી સંબોધી અને રોડ શો પણ કર્યો. રોડ શો દરમિયાન અદભુત નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન જ્યારે લોકો પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને જોઈને એક યુવક ભાવુક થઈ ગયો હતો. વડાપ્રધાન મોદીએ પણ તેમને નિરાશ ન કર્યા અને તેમની ઈચ્છા પૂરી કરી.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી રોડ શો કરી રહ્યા છે અને વાહન પર સવાર થઈ રહ્યા છે. બંને તરફ લોકોની ભીડ છે. આ દરમિયાન એક છોકરો પીએમ મોદી અને તેની માતાનો સ્કેચ લઈને ઉભો હતો. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહ્યો છે. જ્યારે પીએમ મોદીએ તેમની હાલત જોઈ તો તેમણે તરત જ સુરક્ષાકર્મીઓને તેમની પાસે સ્કેચ લાવવા કહ્યું.