AAPની ઓફિસમાં દારૂડિયા કાર્તકર્તાનો ફોટો વાયરલ, જાણો ભાજપે કેમ માંગી માફી

શુક્રવાર, 2 જુલાઈ 2021 (08:49 IST)
ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એક 'બેભાન' કાર્યકર્તાનો ફોટો વાયરલ થયો છે. પાર્ટીના કાર્યાલયમાં સોફા પર પગ ફેલાવીને જમીન પર પડેલા કાર્યકર્તાનો ફોટો ભાજપના ઘણા સ્થાનિક નેતાઓના સોશિયલ મીડિયા પેજ પર જોવા મળી રહી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જ્યારે આ ફોટાની તપાસ કરી અને વાત પોલીસ સુધી પહોંચી તો કેસ ઉંધો પડી ગયો અને ભાજપે માફી માંગવી પડી. 
 
જોકે આ ફોટો ગુજરાતના સુરત શહેરના ગોપીપુરા વિસ્તાર સ્થિત આમ આદમી પાર્ટી કાર્યાલયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમા6 એક વ્યક્તિ કાર્યાલયની અંદર સોફા પર પગ ફેલાવીને જમીન પર સૂતો નજરે પડે છે. ફોટાને ભાજપના ઘણા સ્થાનિક નેતાઓના સોશિયલ મીડિયા વોલ પર જોવા મળી રહ્યો છે. સુરતથી વોર્ડ નંબર 21 ના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ એ પણ આ ફોટોને પોસ્ટ કરતાં લખ્યું કે ગોપીપુરા કાઝી મેદાન પાસે નવા આપ કાર્યાલયમાં 6.45 બાદનો નજારો. આ પોસ્ટ પર લોકોએ આમ આદમી પાર્ટીને લઇને ઘણી કોમેન્ટ કરી. 
 
આ પોસ્ટની પાછળ બતાવવા પાછળનો પ્રયત્ન એ હતો કે આમ આદમી પાર્ટી કાર્યાલાયમાં 6.45 પછી કાર્યકર્તા દારૂના નશામાં ધૂત થઇને કાર્યાલયમાં પડ્યા રહે છે. ફોટા દ્વારા આમ આદમી પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું,પરંતુ ફોટો વાયરલ થયા બાદ આપ નેતાઓએ જ્યારે તેની તપાસ કરી તો મામલો કંઇક અલગ જ નિકળ્યો. જે ફોટાને ભાજપન નેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગણાવી મજાક ઉડાવી રહ્યા હતા, તે આમ આદમી પાર્ટીનો નહી, પરંતુ ભાજપના જ કાર્યકર્તા નિકળ્યા. 
 
જોકે, સુરતના ગોપીપુરા વિસ્તારમાં જ આમ આદમી પાર્ટીની ઓફિસ છે. તેની ઠીક સામે ભાજપની પણ ઓફિસ છે. સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવ્યું કે ગોપીપુરા વિસ્તારમાં ભાજપ કાર્યાલયની સામે હાજર આમ આદમી પાર્ટી કાર્યાલયમાં ભાજપ કાર્યકર્તા હિમાંશુ મહેતા દારૂના નશામાં સુઇ જાય અને બીજા કાર્યકર્તા જયરાજ સાહૂકાર તેના ફોટા પાડીને ભાજપના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં મોકલે છે. 
 
ફોટો વાયરલ થતાં જ આમ આદમી પાર્ટીના લોકોએ તેની સચાઇ શોધી કાઢી છે. તમને જણાવી દઇએ કે પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆર કરવા માટે પહોંચી હતી. ત્યારબાદ ભાજપના નેતા પ્રશાંત બારોટ દ્વારા લેખિતમાં માફીનામું કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ કેસની ફરિયાદ કરવામાં આવી ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર