મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.