પાટડીમાં લવજેહાદ સામે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયાને આજે 9 દિવસ થવા છતાં કોઈ જ પત્તો મળ્યો નથી. આ તરફ યુવતીના પરિવારજનો માટે એક-એક પળ એક-એક યુગ જેવી વિતી રહી છે. યુવતીનાં માતાપિતા વાત કરવાની સ્થિતિમાં પણ નથી.આ સમગ્ર ઘટના વિશે યુવતીના સગાએ એક ગુજરાતી મીડિયા સામે કેટલીક ચોંકાવનારી વાતો કહી હતી.
કૌટુંબિક સગાની મદદથી યુવતી 2 વર્ષ પહેલાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક્સ શૉ-રૂમમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. થોડા સમયમાં એ સગાને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યાર પછી લવજેહાદનું આખું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.કડીના ધરમપુર મંગેતરના ઘરે આવેલી પાટડીના ખેડૂતની દિકરી ખરીદી માટે કડીમા આવી હતી.ત્યાંથી વિધર્મી યુવક ભગાડી લઈ જતા કડી પોલિસે ફરીયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.સેલ આઈડી આધારે તેની તપાસ હાથ ધરી પોલિસ મહારાષ્ટ્ર સુધી તપાસ માટે પહોંચી હોવાનુ પોલિસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.પાટડીમા રહેતા ખેડૂત પરિવારની દિકરીનુ સગપણ કડી તાલુકાના ધરમપુર ગામે રહેતા ધવલ રમેશભાઈ પટેલ સાથે કર્યુ હતુ.અઠવાડિયા અગાઉ પાટડીની યુવતી તેના મંગેતરને મળવા સારૂ ધરમપુર ગામે આવી હતી.ત્યાંથી મંગેતર ધવલ સાથે કડી શહેરમા કપડાંની ખરીદી માટે બંન્ને આવ્યા હતા. શહેરની એચ.ડી.એફ.સી બેન્ક નજીક કપડાંની દૂકાનમા મંગેતર યુવક ટ્રાયલ રૂમમા કપડા ચેન્જ કરવા ગયો તે અરસામા રહસ્યમય સંજોગોમા યુવતી ગુમ થઈ ગઈ હતી.તાત્કાલિક તેના પાટડી ખાતે પરિવારને જાણ કરતા બંન્ને પરિવારજનો યુવતીની શોધખોળ કરવા લાગ્યા હતા.સગા સંબંધીઓને ત્યાં તેમજ તેનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હોઈ તેણીના પિતાએ કડી પોલિસ મથકે દિકરી ગુમ થવા અંગેની ફરીયાદ નોંધાવી હતી.