પાટણના MLAનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસાની માગ કરાઈ, કિરીટ પટેલે કોઇ નાણાકીય વ્યવહાર ન કરવા અપીલ કરી

મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (16:15 IST)
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરીને તેમના મિત્ર વર્તુળ પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેથી ડૉ. કિરીટ પટેલે તેમના મિત્ર સર્કલ અને લોકોને નાણાકીય કોઈપણ વ્યવહાર ના કરવા અપીલ કરી છે.

પાટણમાં સોમવારે મતદાન પૂર્ણ થતા મધરાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલનું સોશિયલ મીડિયામાં કિરીટ પટેલ નામનું એકાઉન્ટ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હેક કરાયું છે અને ડૉ. કિરીટ પટેલને પૈસાની અત્યંત જરૂર હોવાથી તાત્કાલિક તેમના paytmમાં નાખવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા.પૈસાની માગણી કરવાના મામલે ડૉ. કિરીટ પટેલના મિત્ર વર્તુળ દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેથી પાટણ ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે પોતાના મિત્ર વર્તુળ અને લોકોને નાણાંકીય છેતરપિંડી ના થાય તે હેતુથી કોઈપણ નાણાકીય વ્યવહાર તેમના નામે ન કરવા માટે લોકોને જાણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર