વડાપ્રધાનને પ્રચાર માટે ગુજરાત આવવું પડે તો આપણે નગુણાં છીએ - અભિનેતા પરેશ રાવલ

શુક્રવાર, 16 નવેમ્બર 2018 (11:49 IST)
15 નવેમ્બરના રોજ શહેરમાં ભાજપનો નૂતન વર્ષ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પીએમ મોદીના નામે મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં ગંભીર કટાક્ષો કરી ગુજરાત ભાજપની નિષ્ફળતાને ઉઘાડી પાડી હતી.પરેશ રાવલે જણાવ્યું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી લીલી વાડી મુકીને ગયા છે. લોહી પરસેવો એક કર્યો છે, ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને આટલી વખત ગુજરાત આવવું પડે તો આપણે નગુણા છીએ. આ બાબતે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણે કહેવું જોઈએ કે તમે હિન્દુસ્તાન સંભાળો ગુજરાત અમે જોઈ લઈશું.ગુજરાતમાં ચાલી રહેલા જાતિવાદી આંદોલન અંગે રોષ ઠાલવતા પરેશ રાવલે કહ્યું હતું કે, ઘોરખોદિયા વચ્ચે આપણે રહીએ છીએ જ્ઞાતિ જાતિનું ઝેર કોંગ્રેસે ફેલાવ્યું છે, તેનાથી બચવું જોઈએ નહિં તો આપણી હયાતી નહિં રે, આપણામાં યુનિટી નથી. તેથી જ ગુજરાતની જનતાએ જ્ઞાતિ-જાતિના ભડકાથી દૂર રહેવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર