હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર રદ, નવી પદ્ધતિથી માર્ચ મહિનામાં લેવાશે પરીક્ષા

મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (14:28 IST)
પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં કહ્યું હતું કે તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં છે. આ કેસમાં જોડાયેલા હજુ કેટલાક લોકોની ધરપકડ કરાશે. આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા કબજે કરાયા છે. 88 હજાર પરિવારને ન્યાય મળશે. આરોપીઓ સામે કડક પગલાં લેવાશે. 
 
આ ઉપરાં તેમણે જણાવ્યું હતું કેર હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે. માર્ચ મહિનામાં નવી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા નવી પદ્ધતિથી લેવામાં આવશે. ઉંમર વધી જશે તો પણ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં નહી આવે. જેમણે ફોર્મ ભર્યા છે તે પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ જ પરીક્ષા લેશે. આ પરીક્ષા દરમિયાન સંપૂર્ણ રીતે પારદર્શક રીતે ફરી લેવાશે. ગૌણ સેવા આયોગ સાથે ચર્ચા કર્યા બાદ તારીખ નવી તારીખો જાહેર કરાશે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં 10 લાખ યુવાનો પરીક્ષા આપશે. કોઈ ગેરરીતિ ન થાય તેવી તમામ વ્યવસ્થા કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર