પહલગામ હુમલા પર સેનાની એક્શન, કાશ્મીરમાં બે આતંકવાદીઓના ઘરમાં કર્યો બ્લાસ્ટ, મોટી માત્રામાં મુક્યો હતો IED - જુઓ Video
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ હુમલામાં કથિત રૂપથી સામેલ લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના બે આતંકવાદીઓના ઘર નષ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. ગુરૂવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં આ ઘર નષ્ટ થઈ ગયુ. અધિકારીઓએ જણાવ્યુ કે સુરક્ષા બળ લશ્કરના બે આતંકવાદીઓ આદિલ હુસૈન થોકર અને આસિફ શેખના ઘરની અંદર શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે ઘરની અંદર પહેલાથી મુકેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ થઈ ગયો. તેમણે જણાવ્યુ કે વિસ્ફોટકોને કારણે ઘર નષ્ટ થઈ ગયુ. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના નિવાસી થોકર મંગળવારે પહેલગામમાં થયેલા હુમલાના મુખ્ય આરોપી છે, જ્યારે કે પુલવામાં જીલ્લાના ત્રાલના નિવાસી શેખ હુમલાના ષડયંત્રમા સામેલ હોવાની શંકા છે.
\
પોલીસના મુજબ આદ્લના ઘરમાં મોટી માત્રામાં આઈઈડી મુક્યુ હતુ એવામાં પોલીસે એક્શન લેતા તેમા બ્લાસ્ટ કરી દીધો. આ ધમાકો એટલો તેજ હતો કે આદિલનુ આખુ ઘર ધ્વસ્ત થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે અનંતનાગ પોલીસે લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના ત્રણ આતંકવાદીઓ આદિલ હુસૈન થોકર, અલી ભાઈ અને હાશિમ મૂસા પર 20 લાખ રૂપિયાનુ ઈનામ મુક્યુ છે. પોલીસને શંકા છે કે પહેલગામના બૈસરનમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલામાં ષડયંત્ર રચવામાં આ ત્રણેય સામેલ હતા.