હવે વિધાનસભામાં અંદર થતી તમામ કામગીરીની માહિતી યુટ્યુબની ચેનલ પરથી લોકોને મળશે.કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકાર પણ ટેક્નોલોજીના ઉપયોગથી સતત અપડેટ થઈ રહી છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ લોકો સુધી સરકારી વહીવટને ડીજીટલ માધ્યમ વડે પહોંચાડીને તેમજ એપ્લિકેશન મારફત થતા વ્યવહારો ઉભા કરીને ગુજરાત સરકાર ટેક્નોલોજીથી સજજ થઈ રહી છે. આ દિશામાં સરકારનુ વધુ એક સાહસ કર્યુ છે. અને ભુપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મોટો નિર્ણય જોવા મળ્યો હતો.
સરકાર ટેક્નોલોજીની દિશામાં એક કદમ આગળ વધી છે. અને હવે ટ્ટીટર, ફેસબુક બાદ યુટ્યુબમાં પણ એન્ટ્રી કરી લીધી છે.રાજ્ય સરકાર દ્વારા લોકો ગુજરાત વિધાનસભાની કાર્યપ્રણાલીથી અવગત થાય તે માટે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરુ કરી છે. આ યુટ્યુબ ચેનલનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલ પર વિધાનસભાના કાર્યક્રમોના વીડિોયો અપલોડ કરવામાં આવશે. હજુ સુધી આ યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમીંગ થશે કે કેમ તે અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ નથી. ચેનલ પર માત્ર વીડિયો અપલોડ કરવાની જ જાણકારી આપી છે. વિધાનસભાની કામગીરી યુટ્યુબ પર વિડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે.