હવે અક્ષરધામ મંદિરને લાગ્યા તાળા, જાણો ક્યારે કરી શકાશે દર્શન

શુક્રવાર, 9 એપ્રિલ 2021 (10:14 IST)
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્થિતિ વધુને વધુ વિકરાળ બનતી જાય છે ત્યારે સંક્રમણની ચેનને તોડવા રાજ્યના અનેક ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સરકારે પણ રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરર્ફ્યૂ લગાવી દીધો છે. 
 
આ બીજી તરફ અમદાવાદમાં એએમટીએસ, બીઆરટીએસ બાગ બચીચા, જિમ સહિત પણ બંધ છે. ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને 9મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે.
 
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરનાં ખોરજ ગામ માં 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો મળી રહ્યા છે ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બનતા ગામમાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને કુલ 79 કોરોના કેસો મળી આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર