ગુજરાતમાં વિજય રૂપાણી સરકારમાં બધુ જ ઠીક લાગી રહ્યુ નથી. જાણવા મળ્યુ છે કે ત્રણ મહત્વના મંત્રાલય ન મળવાથી નારાજ ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે અત્યાર સુધી પોતાનો કાર્યભાર સંભાળ્યો નથી. અગાઉની સરકારમાં તેમની પાસે નાણાકીય, શહેરી વિકાસ, ઉદ્યોગ અને રાજસ્વ મંત્રાલય હતુ પણ આ વખતે નાણાકીય મંત્રાલય સૌરભ પટેલને આપી દેવામાં આવ્યુ છે. નિતિન પટેલ ગુરૂવારે થયેલ કેબિનેટની બેઠકમાં મોડે પહોંચ્યા હતા. જાણવા મળ્યુ છે કે નારાજ નિતિન પટેલને મનાવવા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા હતા તયરબાદ તેઓ 5 વાગે શરૂ થયેલી બેઠકમાં રાત્રે નવ વાગ્યે આવ્યા. સૂત્રો મુજબ નિતિન પટેલે કહ્યુ છે કે જો તેમને નાણાકીય મંત્રાલય ન આપ્યુ તો તેઓ આત્મસન્માનને ઠેસ પહોંચવાના નામે રાજીનમૌ આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉપમુખ્યમંત્રી અનેક કારણોસર નારાજ છે. તેમને સૌથી વધારે નારાજગી તેમની પાસેથી છીનવાયાની છે. સામાન્ય રીતે કેબિનેટમાં નંબર 2 પોઝિશનની વ્યકિત આ ખાતુ સંભાળતી હોય છે. તેમના જુનિયર સૌરભ પટેલને તેમના સ્થાને આ પોર્ટફોલિયો આપી દેવાયો છે. ફાયનાન્સ ખાતાની ફાળવણી અંગે નારાજગીની વાત સપાટી પર ત્યારે આવી હતી જયારે રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'એ વાત સાચી નથી કે ફાયનાન્સનું ખાતુ સંભાળનાર વ્યકિત કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર હોય. નીતિન પટેલ અમારા અગ્રણી નેતા છે અને તે કેબિનેટમાં નંબર 2 પોઝિશન પર જ રહેશે.' આ ઉપરાંત નીતિન પટેલ શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ બીજા બે અગત્યના ખાતા પણ સંભાળતા હતા. આ બંને ખાતા રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. નીતિન પટેલને ઈન્ડસ્ટ્રી કે રેવન્યુ જેવી એક પણ અગત્યની મિનિસ્ટ્રી ન સોંપાતા અને આરોગ્યનું ખાતુ ફળવાતા પટેલની નારાજગી વધી ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું કે નીતિન પટેલ જયારે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના રાજયકક્ષાના મંત્રી જીતુ વાઘાણી સાથે હાઈકમાન્ડની વાતચીત પછી કેબિનેટ મીટીંગમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી હતી. ટોચના સૂત્રો જણાવે છે, 'નીતિન પટેલ નારાજ છે અને ટોચના નેતાઓ તેમને પાર્ટી પર અસર થાય તેવી કોઈ નવાજૂની ન કરવા સમજાવી રહ્યા છે.' સત્ત્।વાર રીતે કોઈ પણ નિવેદન કરવા તૈયાર નથી. વાઘાણીએ જણાવ્યું, 'મને જાણ છે ત્યાં સુધી કોઈ નેતાઓ વચ્ચે મતભેદ નથી. જો કોઈ સમસ્યા હશે તો અમે તેનો નિવેડો લાવીશું. સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ટીમ હેઠળ જ કાર્યરત રહેશે. પાર્લામેન્ટ સેશનને કારણે જ ગુરૂવારે કેબિનેટ મીટીંગ શરૂ કરવામાં મોડુ થઈ ગયુ હતુ.'