આખરે આકરા વિરોધ વચ્ચે સીએમ રહેલા વિજય રુપાણી અને નીતિન પટેલની આખરે જીત

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (12:56 IST)
વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની ભવ્ય જીત થઈ છે. જિજ્ઞેશે ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીને 20 હજારથી પણ વધુ મતોથી હરાવ્યા છે. મહત્વનું છે કે, આ બેઠક પરથી કોંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો.ભાજપ 110થી વધુ બેઠકો મેળવી સરકાર બનાવશે. આ વખતે સ્થિતિ ઘણી વિકટ સ્થિતિ હતી. ત્રણ નેતાઓ ભાજપને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, અમારા માટે વિકાસ જ મુખ્ય મુદ્દો હતો અને તેના પર જ અમે ચૂંટણી લડી વિજય મેળવ્યો. 20 વર્ષમાં ગુજરાતમાં અનેક ક્ષેત્રે ઘણા વિકાસ કાર્ય થયા છે. સૌરાષ્ટ્રમાં અમારું પ્રદર્શન ધાર્યા અનુસાર નથી રહ્યું, જેના પર અમે ચિંતન કરીશું: આનંદીબેન પટેલપોરબંદર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના સીનિયર નેતાની માત્ર 456 વોટથી હાર થઈ છે. આ બેઠક ભાજપના નેતા અને વરિષ્ઠ મંત્રી બાબુ બોખિરિયા ફરી જીતવામાં સફળ રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ બાબુ બોખિરિયાની જીત થઈ હતી.પાસના કન્વિનર અને કોંગ્રેસની ટિકિટ પર ધોરાજી બેઠક પરથી લડનારા લલિત વસોયાની જીત થઈ છે. વસોયાએ ભાજપના હરિભાઈ પટેલને હરાવ્યા છે.રાજકોટ પશ્ચિમ બેઠકની ગણતરી પૂરી થઈ ગઈ છે, જેમાં વિજય રુપાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. શરુઆતમાં કાંટાની ટક્કર આપ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ રેસમાં ખાસ્સા પાછળ થઈ ગયા હતા. જ્યારે, સિદ્ધપુર બેઠક પરથી ભાજપના સીનિયર નેતા જયનારાયણ વ્યાસ ફરી હાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિજય થયો છે.કોંગ્રેસ સાથે છેડો ફાડી જન વિકલ્પ નામનો રાજકીય મોરચો શરુ કરનારા શંકરસિંહ વાઘેલાનો આ ચૂંટણીમાં ફિયાસ્કો થયો છે. 11 વાગ્યા સુધી થયેલી મત ગણતરીના આંકડા અનુસાર જન વિકલ્પને આખાય ગુજરાતમાં માત્ર 26,500 એટલે કે 0.3 ટકા વોટ જ મળ્યા છે.સુરતમાં પાટીદાર આંદોલનના પડકાર વચ્ચે પણ ભાજપે અત્યાર સુધી લીડ જાળવી રાખી છે. વરાછા બેઠક પર તેમજ કતારગામ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની જીત નિશ્ચિત થઈ ગઈ છે.અમદાવાદની મણીનગર બેઠક પરથી આ વખતે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અને સમાચારોમાં ચમકેલા ગ્લેમરસ ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટની હાર થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ જીત્યા છે.182માંથી બે બેઠકોના ફાઈનલ પરિણામ આવી ગયા છે. અમદાવાદની આ બંને બેઠક છે જેમાં ખાડિયા-જમાલપુર અને એલિસબ્રિજ બેઠકનો સમાવેશ થાય છે. ખાડિયા જમાલપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની મોટી લીડથી જીત થઈ છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર રાકેશ શાહની સીત્તેર હજારથી વધુ વોટથી જીત થઈ છે.ડે. સીએમ અને મહેસાણા બેઠકના ઉમેદવાર નીતિન પટેલે જણાવ્યું કે, મત ગણતરી હાલ ચાલુ છે ત્યારે કોઈક ઉમેદવાર આગળ-પાછળ થઈ શકે છે. જોકે, ફાઈનલ ગણતરીમાં ભાજપ ચોક્કસ જીતશે. નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનની અસર પણ અત્યારે નથી દેખાઈ રહી. જે બેઠકો પર આંદોલનની અસર થશે તેમ કહેવાતું હતું ત્યાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.ભાજપનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠક પર આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા 12000થી વધુ મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ જીત્યા હતા. સ્વ. અશોક ભટ્ટે પણ વર્ષો સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર