હાર્દિકનો જમણો હાથ કહેવાતા નિખિલ સવાણીએ કોંગ્રેસથી છેડો ફાડયો

શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:54 IST)
કોંગ્રેસમાં અંદર અંદરની વાત સપાટી પર આવી રહી છે તેમાં હાર્દિક પટેલનો જમણો હાથ ગણાતા નિખિલ સવાણીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. નિખિલનો દાવો છે કે તેના મોટા ભાઈ સમાન હાર્દિક પટેલની સ્થિતિ કોંગ્રેસમાં સારી નથી.બીજી તરફ તેણે યુથ કોંગ્રેસના ઇલેક્શનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા છે.કોઈ હાર્દિકને પાર્ટીમાં મહત્વ નથી આપતું .સન્સનતા આક્ષેપ વચ્ચે કોંગ્રેસ જણાવ્યું કે બે ચાર વર્ષથી પાર્ટીમાં આવેલો વ્યક્તિ માત્ર હોદ્દા મેળવ્યા કઈ  યોગદાન આપ્યું નથી. હવે આવા દલબદલું લોકો ખોટી ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે.
 
ગુજરાત કોંગ્રેસમાં વિવાદ રોકાવાનું નામ લેતું નથી.યુથ કોંગ્રેસ અને NSUI ના કેટલાક નેતાઓ હવે સેમ સામે આવી ગયો છે .કોંગ્રેસમાં વિવાદ અને કાર્યકારી અધ્યક્ષ હાર્દીક સાથે યોગ્ય વર્તન ન થતું હોવાની વાત નિખિલ સવાણીએ કરી છે.
 
નિખિલ સવાની અગાઉ ભાજપમાં હતો ત્યારે બાદ સુરતના ઉદ્યોગપતિ સાથે ઘરોબો ધરાવતા નિખિલ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં આવી ગયો અને હાર્દિકના નજીક હોવાથી તેને હોદ્દા પણ મળ્યા હતા આ દરમિયાન તેને તેની પત્ની ડોનીકાને પણ કોર્પોરેશનના ઇલેક્સનમાં ટીકીટ પણ આપવી દીધી હતી.પણ અચાનક કોંગ્રેસ સાથે છેડો ફડવા પાછળ નિખિલ ફરી પક્ષ પલટો કરે તેવી વિગત સૂત્રોએ જણાવી છે.
 
નિખિલ સવાણીએ આજે  3 સ્ટાર હોટલમાં પ્રેસ કોંફરન્સ કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચારની વાતો કરી હતી.એટલું જ નહીં કોંગર્સમાં રૂપિયા વાલાનો દીકરો જ આગળ આવી શકે અને હાર્દિક પટેલને રીતસર ઇગ્નોર કરવામાં આવે તેવો પણ દાવો નિખિલ સવાણીએ કર્યો છે.
 
આ આક્ષેપ વચ્ચે કોંગ્રેસ તરફથી યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું છે કે લોકો દલબદલું પોતાની ખોટી વાત કરીને બ્લેકમેલીગની સ્ટ્રેટરજી અપનાવી રહ્યા છે. જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તે પોતે માત્ર પાર્ટી પાસે લીધું છે પણ પાર્ટીને કઈ આપ્યું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર