NIA અને ATSના ગુજરાતમાં ધામા, એક શકમંદ યુવકની અટકાયત કરી

રવિવાર, 31 જુલાઈ 2022 (17:06 IST)
NIA-ગુજરાત ATSએ સુરતમાં ધામા નાખ્યા છે. દેશવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાની શંકામાં NIA-ગુજરાત ATSએ ભાગાતળાવ વિસ્તારમાંથી એક શકમંદ યુવકની અટકાયત કરી છે. અબ્દુલ જલીલ મુલ્લાહ નામના આ શકમંદ યુવકની NIA-ગુજરાત ATSએ અટકાયત કરી છે. 
 
NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ ફેલાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ તપાસ કરવા પહોંચી છે.   
 
15મી ઓગસ્ટ પહેલા સુરક્ષા એજન્સીઓએ ISIS મોડ્યુલને લઇને તપાસ હાથ ધરી છે. જેમાં ભરૂચ સહિત અમદાવાદ, સુરત અને નવસારીમાં આ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 
 
શંકાસ્પદ લોકોની અટકાયત હાથ ધરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આથી, NIA અને ATSની કાર્યવાહીને લઇને ચારેય શહેરોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર