સુરતના મંદિર પર ફરી વળ્યુ બુલડોઝર

ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (17:53 IST)
સુરત શહેરના કાપોદ્રામાં વિકાસના 'રસ્તા' પર રોડો બનેલું વર્ષો જૂનું રામદેવપીરનું મંદિર ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યું છે.  મંદિરના પૂજારી ચોધાર આસુંએ રડતાં રહ્યા અને પોતાના ભગવાનના ઘરને બચાવવ આજીજી કરતાં રહ્યા પરંતુ દિલ પર પથ્થર રાખીને આવેલા સુરત મનપાના અધિકારીને ન તો લોકોની આસ્થા દેખાઈ ન પૂજારીનું દર્દ. બસ વિકાસના રસ્તાની આડે આવતું બાબા રામદેવપીરનું મંદિર બુલડોઝરથી તોડી પાડવાનું મન બનાવી લેનાર અધિકારીને થોડો પણ ખચકાટ ન થયો અને ભારે વિરોધ વચ્ચે ભગવાનનું મંદિરનું ડિમોલેશન કરાયું
 
સુરત મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં દળ અને બળ એટલે કે પોલીસ કાફલો લઈ મંદિરનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા, જે બાદ મંદિરના પૂજારી અને ભક્તોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પોતાની આસ્થાનું મંદિર તૂટતુ  હોવાથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સુરત મનપાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સુરત મનપા ટસની મસ ન થતાં પોલીસ બળને આગળ ધરી મંદિર ભાદરવી બીજના શુભ દિવસે જ તોડી પડાયું હતું. 
 
પૂજારીની આજીજી પણ ટસનું મસ ન થયું તંત્રપોતાની વર્ષો જૂની પેઢીઑથી  મંદિરની પૂજા પાઠ કરતાં પૂજારી મધુભાઈ માવજીભાઈ ગરનિયાએ મનપા અધિકારીને મંદિર ધ્વસ્ત ન કરવા ખૂબ સમજાવ્યા, પણ અધિકારી એક ના બે ન થતાં પૂજારી મંદિર તોડતું જોઈ રડતા રહ્યા, પણ પૂજારીની આસ્થાને બાજુ પર મુકીને બુલડોઝર ફરી વળ્યુ  અને પૂજારી મધુભાઈ પોતાના હિબકે ચડેલા મને સુરત મનપાના આ નિર્ણયને જોતાં રહ્યા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર