રાજસ્થાનમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાથી માત્ર 40 કિલોમીટર દૂર રાષ્ટ્રીય રાજમાર્ગ 225 પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હરક્યુલિસ વિમાનમાંથી ઉતરીને ઈતિહાસ રચી દીધો. બંને કેન્દ્રીય મંત્રીઓ સાથે ઈન્ડિયન એરફોર્સના ચીફ આરકેએસ ભદૌરિયા પણ સામેલ હતા. સામરિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ NHAI એ આ કર્યું છે. આ હેઠળ 39.95 કરોડના ખર્ચે બાકાસર ગામની પાસે એયર સ્ટ્રાઈક બનાવાઈ છે. કેન્દ્રીય મંત્રીઓ દિલ્હીથી ઉડાન ફરી હતી અને જલોર જિલ્લાના અડગાંવ ખાતે ઇમરજન્સી હાઇવે પટ્ટી પર ઉતર્યા હતા.
રાજનાથ સિંહે આ એર સ્ટ્રિપને સુરક્ષાની રીતે મહત્વની ગણાવી છે. તેમણે કહ્યું તમે રસ્તા પર ટ્રેક્ટર, બળદગાડીને ચાલતી જોઈ હશે અને હવે તમે રસ્તા પર વિમાનને ઉતારતા જોઈ રહ્યાં છે. ઈન્ટરનેશનલ બોર્ડરથી થોડે દૂર જ આવી સ્ટ્રિપ તૈયાર કરવી એ એ બાબતને સાબિત કરે છે કે અમે પોતાની રક્ષા માટે તૈયાર છે અને સક્ષમ છે. અમે એક ભારત અને સશક્ત ભારતની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે.