રિવોલ્વરમાંથી મિસફાયર થયાં પોલીસકર્મીના પુત્રનું મોત

ગુરુવાર, 29 જૂન 2017 (13:37 IST)
મોડાસાના પોલીસ કર્મી પંકજ દરજીના પુત્રના હાથમાં રિવોલ્વર આવી જતાં મિસ ફાયર થયું હતું, જેમાં 10 વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ પરિવાર ધ્રૂસક-ધ્રૂસકે રડી પડ્યો હતો. ઘરમાં પિતા અને તેમના પત્ની ઊંઘી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.   રિવોલ્વરમાંથી ફાયર થતાં જ અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઘરમાં પિતા અને તેમના પત્ની ઊંઘી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. મૃતક ભવ્ય દરજીના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
 
 
 

વેબદુનિયા પર વાંચો