નવરાત્રિના ગરબામાં ચેનચાળા કરતાં ૩૩ રોમિયોને મહિલા પોલીસે પકડયા
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:39 IST)
નવરાત્રિમાં રાસ ગરબા દરમિયાન પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોને પકડવા માટે મહિલા પોલીસ દ્વારા ખાસ સ્ક્વોર્ડની રચના કરવામાં આવી હતીસ જેમાં મહિલા પોલીસ ગરબાના સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ સાથે છેડતીનો પ્રયાસ કરતા ત્રણ દિવસમાં કુલ ૩૩ યુવકોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાનું મહિલા ક્રાઇમબ્રાંચના એસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું.
આ મહિલા પોલીસની ટીમ ગઇકાલે રાત્રે નવરાત્રિના પ્રથમ દિવસે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના પાર્ટી પ્લોટમાં ખાસ કરીને એસજીહાઇવે પર આવલા પાર્ટી પ્લોટ અને ક્લબો ઉપરાંત રિવરફ્રન્ટ પર એકાંતની પળો માણવા આવતા કપલની છેડતી કરતા અને યુવતીઓ સાથે ચેનચાળા કરતા ૧૪ યુવકોને પકડી પાડયા હતા. જ્યારે નવરાત્રિના બીજા દિવસે પાંચ અને ગઇકાલે શનિવારે રાત્રે પણ મહિલા પોલીસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યું હતું અને એસજીહાઇવેના પાર્ટી પ્લોટમાં એકદ દોકલ ગરબા ગાતા યુવકો પર ચાંપતી નજર રાખી હતી અને ્ત્યાં પણ મહિલા સાથે ચેનચાળા કરતા યુવકોને ઝડપી પાડયા હતા. ઉપરાંત મોડી રાતે પૂર્વ અને પશ્ચિમ સાઇડના રિવરફ્રન્ટ પર રખડતા ભટકતા યુવકો યુવતીઓની છેડતી કરતા ઝડપાયા હતા આમ શુક્રવારે રાતે પણ ૧૪ રોમિયોની ધરપકડ કરી હતી આમ મહિલા પોલીસે આ વખતે પ્રથમ વાર કુલ ૩૩ રોમિયોને ઝડપી પાડીને શબક શિખવાડયું હતું.