22 ફૂટ લાંબી સીડી બની 'મોતની સીડી', 5 શ્રમિકોના મોત

ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (11:04 IST)
સાંતેજમાં નવી બની રહેલી ફાઇબર ગ્લાસની કંપનીમાં કામ કરનાર 5 શ્રમિકોને વિજ કરંટ લાગતાં તેમનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત 3 શ્રમિકો ઘાયલ થયા છે. ઘટના મંગળવારની છે. લોખંડની 22 ફૂટ ઉંચી સીડીને લઇ જતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. ઘટના વિશે પોલીસ તપાસ શરૂ કરી છે. 
 
રિપોર્ટ અનુસાર કલોલ જીલ્લાના સાંતેજ વિસ્તારમાં ફાઇબરગ્લાસની નવી યુનિટ તૈયાર થઇ રહી હતી. તેમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. મંગળવારે 22 ફૂટ ઉંચી સીડીનું વજન વધુ હોવાના કારણે ઘણા મજૂરો તેને ઉઠાવીને લઇ જઇ રહ્યા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થઇ રહેલા વિજળીના તાર સાથે સીડી ટકરાતા કરંટ લાગવાથી 5 શ્રમિકોના મોત થયા છે. 
 
મૃતકોમાં અમદાવાદના કાર્તિક મનુભાઇ વિજય (18 વર્ષ), મહેશ વશરામ ભાઇ દુલેરા (35 વર્ષ), ભાવજી ટપુર ઠાકોર (32 વર્ષ), પંકજ હિંમતભાઇ વાણીયા (36) અને 25 વર્ષીય ઝારખંડના બજરંગી રાય નારાયણ રાય સામેલ છે. જ્યારે 3 લોકો દાઝી જતાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં કંપનીના માલિકની બેદરકારી સામે આવી રહી છે. અહીં મજૂરો માટે કોઇપણ પ્રકારીની સેફ્ટી ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી. આ ઘટનાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર