સ્પેશિયલ અને સુપર સ્પેશૅલિટીના ડોક્ટરો જલ્દીથી મળતા નથી: ગૃહમાં ખુદ આરોગ્ય મંત્રીની કબૂલાત

શુક્રવાર, 12 જુલાઈ 2019 (20:20 IST)

પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમે એક પેટા પ્રશ્ન પૂછ્યો હતો તેઓએ ગૃહમાં આક્રોશ સાથે જણાવ્યું કે અમારે ત્યાં બાળકોના સર્જન નથી જેથી ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે તો આવા ડોક્ટરો નિમણૂક જલ્દી થાય તે માટે સરકાર કાર્યવાહી કરે.

જવાબ આપવા ઉપર થયેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિખાલસતાથી કબૂલ કે તમારી વાત સાચી છે. એમબીબીએસ ડોક્ટરો જલદીથી મળી જાય છે પરંતુ સ્પેશિયલ કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જલ્દીથી મળતા નથી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં આવી તકલીફ છે અને આ સમસ્યા માત્ર ગુજરાતમાં જ છે એવું નથી સમગ્ર દેશમાં આવા સર્જનોની અછત છે.

ભૂતકાળમાં આ વિધાન સભામાં અમે જ્યારે વિરોધ પક્ષમાં બેસતા હતા ત્યારે પણ અમે આવો પ્રશ્ન પૂછતા હતા અને અમને એ સમયના આરોગ્યમંત્રીએ આવો જવાબ આપ્યો હતો કે હું તમને આપી રહ્યો છું આમ છતાં અમે જે હોસ્પિટલમાં સર્જનો નથી ત્યાં જલદીથી તેમની નિમણૂક થાય તે માટેના પ્રયાસો ચોક્કસથી કરીશું.

દરમિયાનના કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે કહ્યું છે કે સરકારી અને જનરલ હોસ્પિટલમાં 4644 જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3916 તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3495 જગ્યાઓ ખાલી છે ભરાયેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ વર્ગ-3 અને વર્ગ-4 ની કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરાયેલી છે જ્યારે વર્ગ-1 અને વર્ગ-૨ તથા વર્ગ-૩ની 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર