ગુજરાતમાં આ રાજ્યમાં ખનીજ તેલનો ભંડાર છે જાણે ક્યારથી શરુ થશે ઉત્પાદન

સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:47 IST)
ગુજરાતમાં ખનીજોથી દટાયેલ કચ્છના પાતાળમાં આગામી વર્ષોમાં ઓફશોર પ્રોજેક્ટ અંતર્ગત પેટ્રિલયમનું ઉત્પાદન શકય બની શકે છે. ડ્રિલિંગ માટે અબડાસાનો દરિયાકાંઠો પસંદ કરાય તેવી શકયતા છે. અબડાસાની દરિયા પટ્ટીના 100 કિલોમીટર ઓફશોર એરિયામાં 2020 સુધીમાં પેટ્રોલિયમનું ઉત્પાદન શરૂ થાય તેમ જાણવા મળ્યું છે. આ ઓફશોર બેઝિનમાંથી 50 હજાર મેટ્રિક ટન્સ ઓઇલ મળવાની શકયતાઓ છે. તેમજ પેટ્રોલિયમની સાથે નેચરલ ગેસનું પણ ઉત્પાદન થાય તેવી સંભાવના છે તેમ દિલ્હી ખાતે ચાલી રહેલાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સેમિનારમાં નાવા ઓફશોર ડ્રિલિંગ અંગે જાહેરાત કરાઇ હતી.નિષ્ણાતોના કહેવા મુજબ હવેનું આઠમું ઉત્પાદક ઓફશોર બેઝિન કચ્છ હશે. અહીં અંદાજીત ગેસ અને તેલ ઓછું છેપરંતુ ટેકનોલોજીને દ્રષ્ટિએ તેનું ડ્રિલિંગ કરવું સરળ છે. આ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીના હેડ સહિતના લોકો હાજર રહ્યાં હતા. અગાઉ પણ ઘણી વખત ચર્ચા થઇ ચૂકી છે કે કચ્છ ખનીજોથી ભરપૂર છે. અગાઉ પણ વાત સામે આવી હતી કે તેલ અને ગેસનો જથ્થો કચ્છના અખાતમાંથી હાથ લાગ્યો છે. ભારતના 26 જળકૃત અખાતમાંથી માત્ર સાતમાં જ ઉત્પાદન થઈ રહ્યું છે. છેલ્લે 1985ની સાલમાં કાવેરી અખાતમાંથી ઉત્પાદન શરૂ થયું હતું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર