પ્રિ-પ્રાઇમરીમાં હજારો રૂપિયાની ફી સાથે સાયન્સ-કોમર્સ કરતાં પણ મોંઘુ શિક્ષણ

મંગળવાર, 24 એપ્રિલ 2018 (13:04 IST)
સરકારે ખાનગી સ્કૂલોની ફી અંકુશમાં લાવવા માટે ફી નિર્ધારણ કાયદો તો અમલમાં મુક્યો છે પરંતુ આ કાયદામાં પ્રી પ્રાયમરી એટલે ધો.૧ પહેલાના જુનિયર કે.જી અને સીનિયર કે.જીનો સમાવેશ કરાયો નથી.માત્ર પ્રી પ્રાયમરી ધરાવતી સ્કૂલોને કાયદામાંથી બાકાત રખાઈ હોઈ તેનો આધાર લઈને મોટા ભાગની સ્કૂલોએ પ્રી પ્રાયમરીમાં વધુ ફી માંગી છે અને ફી નિર્ધારણમાં કોઈ ધારા ધોરણો જ ન હોઈ સાયન્સ કોમર્સમાં જ્યાં સરેરાશે ૩૦થી૪૦ હજાર ફી છે ત્યાં પ્રી પ્રાયમરીમાં તેના કરતા વધુ ૪૦થી૫૦ હજાર ફી છે. ફી નિર્ધારણ કાયદા લાગુ થયાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને અમદાવાદ જીલ્લાની ટોપની ગણાતી સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડની અનેક સ્કૂલોએ હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટમા ંપીટિશન કરી હજુ સુધી દરખાસ્ત નથી કરી.

જ્યારે અનેક સ્કૂલોએ ફી નિર્ધાર ણ કાયદાને માની લીધો છે પરંતુ ફીમાં નુકશાન ન થાય તે માટે સંચાલકોએ ફીની દરખાસ્ત કરવામાં બેફામ ફી માંગી છે અને વધુ ફી લેવામાં કોઈ કસર નથી છોડી. જ્યારે ફી નિર્ધારણ કાયદામા માત્ર પ્રી પ્રાયમરી સ્કૂલ ચલાવતી હોય તેવી સંસ્થાઓને સામેલ નથી કરાઈ અને પ્રી પ્રાયમરી સાથે પ્રામયરી ,માધ્યમિક અને ઉ.મા.સ્કૂલો ચલાવતી સંસ્થાઓને સામેલ કરાઈ છે. પ્રી પ્રાયમરીને સ્પેશયલ રીતે કાયદામા સામેલ ન કરાતા તેના ઓઠા હેઠળ અનેક ખાનગી સ્કૂલોએ બેફામ ફી માંગી છે. અમદાવાદ ઝોનમાં ઘણી સ્કૂલોએ તો પ્રોપ્રાયમરીમાં ૭૦ હજારથી લઈને ૧ લાખ અને કેટલીક સ્કૂલે તો ૧.૨૫ લાખ સુધી ફી માંગી છે.ફી નિર્ધારણમાં પ્રોવિઝનલ ફીની પ્રક્રિયામાં એવુ પણ જોવા મળ્યુ છે.ઘણી સ્કૂલોએ ધો.૧૧-૧૨ સાયન્સ કોર્મસમાં જે ફી માંગી છે તેના કરતા અનેક ગણી વધુ પ્રી પ્રાયમરીમા એટલે કે જુનિયર કે.જી અને સીનિયર કે.જીમાં માંગી છે.ખાનગી સ્કૂલ સંચાલકો જાણે છે કે માધ્યમિક અને ઉચ્તર માધ્યમિકમાં અનેક ગ્રાન્ટડે સ્કૂલો છે જેથી તેની ડીમાન્ડ ઓછી છે પરંતુ પ્રી પ્રાયમરીમાં જ્યાં વાલીઓને પણ સારા શિક્ષણની લાલસા છે અને બીજી બાજુ સરકારે પ્રી પ્રામયરી-પ્રાયમરી તરફ ધ્યાન ન આપતા ગ્રાન્ટેડ સ્કૂલો જ હવે રહી નથી ત્યારે સંચલાકો તેનો ફાયદો ઉઠાવીને બેફામ ફી માંગી રહ્યા છે. ધો.૧૧-૧૨ સાયન્સ અને કોમર્સના શિક્ષણ કરતા પણ ઘણું મોઘું શિક્ષણ પ્રી પ્રાયમરીને કરી દેવાયુ છે.જે સ્કૂલોએ ૮૦ હજારથી ૧ લાખ સુધીની ફી પ્રાયમરીમા ંમાંગી છે તેને કમિટી દ્વારા ૪૦થી૫૦ હજાર સુધી ફી આપી પણ દેવાઈ છે.સરેરાશ પ્રી પ્રાયમરીમાં ૪૦થી૫૦ હજાર ફી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર