યુવાનને સળગાવ્યાનો મામલો: તંત્રએ માંગો સ્વીકારી લેતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો

શનિવાર, 3 માર્ચ 2018 (12:03 IST)
23 ફેબ્રુઆરીએ રાત્રે વેરાવળના આંબલિયાળા ગામના દલિત યુવાન ભરત ગોહેલને ચાર અજાણ્યા શખ્સોએ જીવતો સળગાવી દેતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારે આરોપીઓ ઝડપાય ન જાય તેમજ તેની માંગો ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ગીર સોમનાથ પોલીસે મુખ્ય આરોપી દેવાયત જોટવાને ઝડપી લીધો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ રાજકોટ દોડી આવ્યા હતા અને દલિત પરિવારની માંગોને લઇને લેખિતમાં ખાતરી આપતા મૃતદેહ સ્વીકારી લીધો હતો. જેમાં પત્નીને નોકરી અને રહેવા ઘરની માંગ કરી હતી.

ભરતના પરિવારજનોએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સમક્ષ માગણીઓ રજૂ કરી હતી જેમાં અન્ય ચાર આરોપીઓને સાત દિવસમાં ધરપકડ કરવી. તપાસનીશ અધિકારીઓ દ્વારા ખાતાકીય પગલા લેવા. ભરતની પત્ની મીરાબેનને 3 મહિનામાં નોકરી આપવી, 30 દિવસમાં રહેવા માટે મકાન આપવું, સમાજ કલ્યાણ વિભાગ પાસેથી 9 લાખ અને વધારાની સહાય આપવાની જોગવાઇ કરવી. જે કલેક્ટરે લેખિતમાં ખાત્રી આપતા પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર