જાણો બોર્ડની પરિક્ષામાં બોર્ડે કયા નિયમો વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યાં

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:33 IST)
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આગામી ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે પરીક્ષાની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના માનસને નકારાત્મક અસર કરી શકે તેવા આકરા નિયમો બોર્ડ જાહેર કરી દીધા છે. ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને ક્યા પ્રકારની સજા થશે તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર શિક્ષણ જગતના બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર લાગશે.

જેમાં કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેની પરીક્ષા રદ કરવા સુધીના નિયમો સાથે બોર્ડ આંખ લાલ કરી છે.ગયા વર્ષ અનેક વિદ્યાર્થીઓ ઇલેકટ્રોનિક્સ લેટેસ્ટ ગેઝેટસ સાથે પકડાયા હતા. સ્માર્ટ ફોન ઇયર ફોન, કેલ્ક્યુલેટર વિથ કેમેરા મોબાઇલ વગેરે સાથે ગેરરીતિ કરતા પકડાયા હતા. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇને બોર્ડ મોબાઇલ કે કોઇ પણ ઇલેકટ્રોનિક્સ ચીજ સાથે પકડાયેલા વિદ્યાર્થી માટે કડક નિયમ જાહેર કર્યા છે તે મુજબ આવા વિદ્યાર્થીની તે સમયની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે, એટલું જ નહીં ત્યાર પછીનાં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.
આ વર્ષે ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના આચાર્યો પાસેથી પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તે પ્રકારની બાંયધરી માગવામાં આવી છે. પરિણામ રદ કરીને તેને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની જવાબવહી સાથે ચલણી નોટો જોડતા હોવાના દાખલા અવારનવાર બને છે. હવે બોર્ડ આ બાબતે લાલ આંખ કરતા જે વિદ્યાર્થીઓ આન્સરશીટમાં વિનંતી કરીને ચલણી નોટો જોડી હશે તો તે વિદ્યાર્થીની તે વર્ષની સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત તેને વધુ એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરિણામ રદ કરી દેવું. વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી તેની ઉત્તરવહી ફાડી નાખે તો તેનું સમગ્ર પરિણામ રદ થશે. ઉત્તરવહી કે સપ્લીમેન્ટરી ચાલુ પરીક્ષાએ જો વિદ્યાર્થી પરીક્ષક કે નિરીક્ષકને આપ્યા વગર જતો રહે તો તેની પરીક્ષાનું પરિણામ રદ કરીને અન્ય એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પાસેથી સપ્લીમેન્ટરી કે ઉત્તરવહી ઝૂંટવી લેશે તો તે વિદ્યાર્થીનું પૂરું પરિણામ રદ થશે. વિદ્યાર્થી પરીક્ષા સ્થળે ઘાતક હથિયાર લાવે કે હિંસક કૃત્ય કરે તો તેની જે તે પરીક્ષા રદ કરી કાયમ માટે પરીક્ષામાં બેસવા નહીં દેવાય. મદદ કરવાની વિનંતી સાથે ચલણી નોટ ઉત્તરવહીમાં જોડે તો તેનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ એક વર્ષ પરીક્ષામાં બેસવા દેવાશે નહીં. ઉત્તરવહીમાં લગાવેલું ‌સ્ટિકર ઉખાડવાનો પ્રયત્ન કરશે તો સમગ્ર પ‌િરણામ રદ થશે. સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે મૌ‌ખિક કે સાંકે‌તિક ભાષામાં ઇશારો કરતાં ઝડપાશે કે સૂચક સંદેશો આપતો હશે તો તે વિષયનું પરિણામ રદ થશે. કલાસરૂમમાં ઇલેકટ્રો‌નિક્સ સ્માર્ટ ગેઝેટ્સ દ્વારા ચોરી કરતાં ઝડપાશે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થવા ઉપરાંત વધુ બે વર્ષ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર